Gujarat Weather:  અલનીનોની અસરના કારણે ગુજરાતમાં આ સિઝનમાં સારો વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની વધુ ઘટ છે. આ સ્થિતિમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ 13 સપ્ટેમ્બરે આકાર લે તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થાય તેવી એક આશા બંઘાઇ છે. જો કે આ આગાહીને લઇને હવામાનના  જુદા જુદા મોડલ  એકમત નથી. બંગાળની ખાડીમાં 13 સપ્ટેમ્બરની આસપાસ એક લોપ્રેશર એરિયા સર્જાશે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરે તો 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. નોંધનિય છે કે, આ વર્ષે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ગુજરાત તરફ ન આવતા અને અન્ય દિશામાં ફંટાઇ જતાં ગુજરાતમાં સારો નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જો આ સિસ્ટમ ગુજરાત ગુજરાત તરફ આવે તો 17  સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. જો કે આ લાંબા ગાળાનું અનુમાન હોવાથી કંઇ સ્પષ્ટ આગામી કોઇ પણ મોડલ કરી રહ્યાં નથી. કારણ કે,  સિસ્ટમ કેવી બને અને કઇ દિશામાં આગળ વધે તેના પર રાજ્યમાં સપ્ટેમ્બરમાં વરસાદ આવશે કે નહિ તેનો મદાર રહેલો છે. જો આ સિસ્ટમ મજબૂત બને અને અરબી સમુદ્રથી આવતા પવન અને અનુકૂળ રહે તો  સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતના ક્યાં ઝોનમાં 17 સપ્ટેમ્બરથી વરસાદ થશે તે આ સિસ્ટમની ગતિ પરથી કહી શકાય.  જો આ 13 સપ્ટેમ્બરે રચાઇ રહેલી  સિસ્ટમ સદભાગ્યે ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતમાં સારો વરસાદ થાય તેવું અનુમાન છે.

અંબાલાલની  આગાહી શું કહે છે?

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ગતિ અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળશે.

આ પણ વાંચો: Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યાં

અંબાલાલ પટેલના અનુમાન મુજબ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરી શક્યતા છે. પવનની ઝડપના કારણે ક્યાંક હળવા મધ્યમથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાય, 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક અત્યંત મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જો અલનીનોની પ્રતિકૂળ અસર નહીં વર્તાય, તો મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યાં કોઈ કોઈ સ્થળે 3 ઇંચથી વધુ વરસાદ થવાની ક્ષમતા છે. તે જ પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૫ ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગર તેમજ કચ્છ અને ગાંધીધામના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાના સાનુકૂળ સંકેતો મળી રહ્યા છે.

એકંદરે 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં સારા વરસાદના યોગ બની રહ્યા છે. આગામી દિવસોમાં થનારો આ વરસાદ કૃષિ પાક માટે સંજીવની સમાન સાબિત થશે અને જળાશયોમાં પાણીની આવક વધારશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આ સાનુકૂળ આગાહીથી ખેડૂત આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

Comments
Post a Comment