Skip to main content

Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Rain Forecast September 2026: ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આવી આગાહી કરી હતી.  હવામાન વિભાગના અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતમાં અમુક સ્થળે હળવો વરસાદ વરસી શકે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણની સાથે અમુક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં હાલની સ્થિતિએ 14 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ છે. ચિંતાની વાત એ કે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ વરસવાની શક્યતા છે. ચોમાસાની વર્તમાન સીઝનમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં હજુ પણ સરેરાશ 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી. ખાસ દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં પડેલા અપૂકતા વરસાદના કારણે કૃષિ અને જળસ્ત્રોતને માથે સંકળ તોળાયું છે. અપૂરતા વરસાદના કારણે જળસ્તરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ચાર તાલુકા એવા છે જ્યા 10 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં સરેરાશ 1 ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ઓછા વરસાદના કારણે મગફળી, કપાસ અને બાજરીના વાવેતરમાં ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.  ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયાએ સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે કાલાવડ પાસેથી સૌની યોજના હેઠળ લિંક 3 પસાર થાય છે. તેમાંથી પાણી છોડી ડેમો ભરવામાં આવે અને ધોરાજી-ઉપલેટા પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે. પાટણના કૉંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે માંગ કરી કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે. વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન ચર્ચાની માગ કરવા નોટિસ પાઠવી. ખેડૂતોને સહાય આપવાની પણ માંગ કરવામાં આવી છે. તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી કે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. પશુપાલકો માટે વિનામૂલ્યે ઘાસચારા ડેપો શરુ કરવામાં આવે. વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી કે જો ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલા નહીં લેવાય તો આંદોલન છેડાશે.

અલ નીનો બન્યો સ્ટ્રોંગ

અલ નીનો વધુ સ્ટ્રોંગ બન્યું છે. આ અનુમાન ભારતીય હવામાન વિભાગનું છે.  ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરના અપડેટ અનુસાર અલનીનો સતત વધુને વધુ સ્ટ્રોંગ બની રહ્યો છે. જે ડિસેમ્બર-2026 સુધીમાં વેરી સ્ટ્રોંગ બને તેવી 90 ટકાથી વધુ શક્યતા છે. જેના કારણે આગામી શિયાળાના અંત સુધીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સામાન્ય હોય તેનાથી વધુ તાપમાનની સંભાવના વધુ પ્રબળ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં આ જ સિસ્ટમની અસરથી વરસાદની મોટી ખાધ સર્જાઈ છે. એકંદરે અત્યાર સુધી સુકુ હવામાન રહ્યું છે અને નજીકના સમયમાં ભારે વરસાદના કોઈ અણસાર નથી. ગત વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ 24 ઈંચ સામે ચાલુ વર્ષે માત્ર 17 ઈંચ વરસાદ પડ્યો છે. આ સ્થિતિમાં શિયાળાની ઠંડક ન મળે તો અલ નીનોની અસર વધુ તીવ્ર અનુભવાય તેમ છે. સૌરાષ્ટ્રમાં હાલમાં વાદળિયા વાતાવરણ છતાં પણ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ સહિતના સ્થળો પર તાપમાન 34 ડિગ્રી આસપાસ રહે છે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદ, કંડલા અને વડોદરામાં પણ ગરમીનો પારો 35 ડિગ્રી પર પહોંચ્યો છે.  હવામાનના વૈજ્ઞાનિકો અનુસાર જો આ જ સ્થિતિ રહી તો શિયાળાના અંત સુધીમાં ગરમી યથાવત રહી શકે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...