Junagadh: ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે માળિયા હાટીના વિસ્તારના લોકો, જાણો સરકાર પાસે શું કરી માંગ

Junagadh: જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કાલીંભડા ગીર સહિત આસપાસના અનેક ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ગંભીર બની છે. વ્રજમી જળાશયમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં સ્થાનિક ગામોને પૂરતું પાણી મળતું ન હોવાનો ખેડૂતોનો આરોપ છે. ત્યારે કાલીંભડા ગીર ખાતે ખેડૂતો એકત્ર થઈ સરકાર સમક્ષ તાત્કાલિક જળાશયમાં પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી નહીં મળે તો પીવાના પાણીની સાથે પાક અને પશુધન પર પણ ગંભીર અસર પડી શકે છે.

માળિયા હાટીના તાલુકાના દૂધાળા ગીર સહિત આસપાસના છ જેટલા ગામોમાં હાલ પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ખેડૂતો જણાવ્યા મુજબ, ગામની નજીક ડેમ હોવા છતાં તેનું પાણી બહારના તાલુકા તરફ, ખાસ કરીને માંગરોળ તરફ જાય છે. જ્યારે સ્થાનિક ગામોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર વ્રજમી જળાશયમાં તાત્કાલિક પાણી ઠાલવે, જેથી સ્થાનિક ગામોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે. સાથે જ જળાશયમાં પાણી આવવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે અને ખેડૂતોને મર્યાદિત સિંચાઈ માટે પણ પાણી મળી રહે. પાણીની ઉપલબ્ધતા વધવાથી પશુધન માટે જરૂરી ઘાસચારાની સમસ્યા પણ હળવી થવાની ખેડૂતોને આશા છે.

આ પણ વાંચો...ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન

વાંદરવડ ગામના ખેડૂતોએ પણ પાણીની ગંભીર સમસ્યા અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આસપાસના પાંચ ગામોમાં પીવા માટેનું પાણી પણ પૂરતું નથી, જ્યારે આ વિસ્તારમાંથી પાણી માંગરોળ તરફ લઈ જવામાં આવે છે.

ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કાં તો જળાશયમાં પાણી નાખીને સ્થાનિક લોકોને પીવાનું પાણી આપવામાં આવે અથવા તો માંગરોળ તરફ જતું પાણી બંધ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે હાલના ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ સહિતની કોઈ વ્યવસ્થા નથી અને તેનો મુખ્ય હેતુ પીવાના પાણીનો છે. તેમ છતાં સ્થાનિક લોકોને જ પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે.

કાલીંભડા ગીરના ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે તેમના ગામ ખાતે વ્રજમી જળાશય આવેલું છે અને તેનું હેડ ચોરવાડ ખાતે છે. હાલ વિસ્તારમાં પિયતનું પાણી સુકાઈ રહ્યું છે અને ઘાસચારાની પણ ભારે અછત છે. જેના કારણે પશુધન બચાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ મુદ્દે કાલીંભડા ગીર ખાતે સૌની યોજનાના પમ્પિંગ સ્ટેશન નજીક ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આસપાસના 8 થી 10  ગામોના ખેડૂતો આ બેઠકમાં જોડાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે પાણી વહેલી તકે આવવાનું હતું, પરંતુ હજુ સુધી લાઇનમાં પાણી પહોંચ્યું નથી. જેથી આગામી બે દિવસમાં જળાશયમાં પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. જો સમયસર પાણી નહીં મળે તો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. સાથે પશુધન માટે પાણી અને ઘાસચારાની અછત પણ વધુ ગંભીર બની શકે છે. ખેડૂતોએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, તાલુકા પ્રમુખ દિલીપભાઈ સહિતના આગેવાનોને આ મામલે સહકાર આપવા અપીલ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈ હઠ નહીં, પરંતુ પોતાના પીવાના પાણી, ખેતી અને પશુધન બચાવવા માટે સરકાર સમક્ષ ન્યાયસંગત માંગ કરી રહ્યા છે.

જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ ન પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો છે. ત્યારે હવે સરકાર દ્વારા વ્રજમી જળાશયમાં ક્યારે પાણી છોડવામાં આવે છે અને ખેડૂતોની માંગ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર આસપાસના અનેક ગામોના ખેડૂતોની નજર છે.

Comments
Post a Comment