Mehsana: બેન્કમાં પૈસા ઉપાડવાનું કહીને ઘરેથી નીકળેલા અમદાવાદના માતા-પુત્રીની નર્મદા કેનાલમાંથી મળી લાશ

Mehsana: કડી નજીક કેનાલમાંથી બે મહિલાના મૃતદેહ મળવા મામલે નવો ખુલાસો થયો છે. અમદાવાદથી બેન્કમાં પૈસા ઉપાડવાનું કહીને નીકળેલા માતા અને તેમની સગીર દીકરીએ કડીના નરસિંહપુરા નજીક નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ કડી પોલીસે મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવીને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ કડી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે લાશ પરિવારજનોને સોંપી દીધી હતી. જોકે, આ દુઃખદ ઘટના બાદ મૃતકના પરિવારે આ મામલે આગળની કોઈ પોલીસ કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો છે.

ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત

ગઈ કાલે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ આવેલા આ સારા વરસાદને પગલે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.

આ પણ વાંચો...રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

અમરેલી જિલ્લામાં બપોર પછી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામમાં માત્ર 1 કલાકમાં જ 5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબકતાં ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગામનું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું. અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને નાગનાથ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા પંથકના ધોબા, પીપરડી અને ભમોદરા જેવા ગામોમાં સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારો જાણે સ્વિમિંગપુલમાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે બગસરા અને ધારીના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ પડતાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા.

જૂનાગઢ અને ગિરનાર પંથકમાં જળબંબાકાર

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જૂનાગઢ શહેરમાં 1.61 ઈંચ જેટલો વરસાદ પડતાં મધુરમ, વૃંદાવન સોસાયટી, ભવનાથ, આઝાદ ચોક અને સરદાર બાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા તરફ જતા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને એક બોલેરો કાર પણ ફસાઈ ગઈ હતી. ગિરનાર અને દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદથી ગિરનારનાં ઝરણાં વહેતા થયા અને દામોદર કુંડ તથા વિલિંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત કેશોદમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે માણાવદર, વિસાવદર, માળીયા હાટીના અને વંથલીમાં પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા હતા.

Comments
Post a Comment