Gujarat Rain Update: ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

3-4 દિવસમાં ચોમાસાની વિદાયની શરૂઆત થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. આગામી 3-4  દિવસમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેની અસર હેઠળ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની વચ્ચે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય પહેલાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

છેલ્લા સમયગાળામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દમણમાં 64 મિમી, ખેડામાં 61 મિમી અને અમરેલીમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે.

રાજ્યમાં સરેરાશ વરસાદ

રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88  ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57  ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86  ટકા અને કચ્છ ઝોનમાં 57.16  ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લમાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  રાજ્યના હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા છે.  લાઠી બાદ હવે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે.

Comments
Post a Comment