Skip to main content

Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ

Morbi: મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી એક યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મનોજ થાપા (નેપાળી) તરીકે થઈ છે, જે નજીકમાં આવેલી ઠાકર લોજના ક્વાર્ટરમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો....સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ

ચેકડેમમાં ડૂબી જતા ચાર બાળકોનાં કમકમાટીભર્યાં મોત

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરા ગામમાં જન્માષ્ટમીના તહેવારે કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. મામાના ઘરે આવેલા ચાર બાળકો ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા ચારેય બાળકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.  મળતી માહિતી મુજબ, દહીસરા ગામના દીપ રાજપરા 5 સપ્ટેમ્બરના રોજ  મામાના ઘરે ગયા હતા. આ દરમિયાન તે આજી ગામ ખાતે આવેલા પાટવાળા હનુમાન મંદિર પાસે પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ચેકડેમ પાસે ગયો હતો. રમતા-રમતા ચારેય બાળકો પાણીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, પાણી વધારે ઊંડું હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

બાળકો પાણીમાં ડૂબ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ  ભારે જહેમત હાથ ધરી હતી અને લગભગ આઠ કલાકની શોધખોળ બાદ ચારેય બાળકોના મૃતદેહ ચેકડેમમાંથી બહાર કાઢ્યા હતા. ચાર માસૂમ બાળકોના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. એકસાથે ચાર બાળકોના મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારના દિવસોમાં બનેલી આ કરૂણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...