Patan: પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર રાઘવજી હોટલ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર રોડ સાઈડમાં પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવતી એક ઈકો કાર ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના ઘટી હતી. પ્રાથમિક આશંકા મુજબ, મોડી રાત્રે હાઈવે પર થયેલા અયોગ્ય ટ્રક પાર્કિંગના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ જોકદાર ટક્કરમાં ઈકો કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈકો કારમાં સવાર અન્ય ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા 4 ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતાં તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો...સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ

ચેકડેમમાં ડૂબી જતા ચાર બાળકોનાં કમકમાટીભર્યાં મોત

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરા ગામમાં જન્માષ્ટમીના તહેવારે કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. મામાના ઘરે આવેલા ચાર બાળકો ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા ચારેય બાળકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.  મળતી માહિતી મુજબ, દહીસરા ગામના દીપ રાજપરા 5 સપ્ટેમ્બરના રોજ  મામાના ઘરે ગયા હતા. આ દરમિયાન તે આજી ગામ ખાતે આવેલા પાટવાળા હનુમાન મંદિર પાસે પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ચેકડેમ પાસે ગયો હતો. રમતા-રમતા ચારેય બાળકો પાણીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, પાણી વધારે ઊંડું હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

બાળકો પાણીમાં ડૂબ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ  ભારે જહેમત હાથ ધરી હતી અને લગભગ આઠ કલાકની શોધખોળ બાદ ચારેય બાળકોના મૃતદેહ ચેકડેમમાંથી બહાર કાઢ્યા હતા. ચાર માસૂમ બાળકોના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. એકસાથે ચાર બાળકોના મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારના દિવસોમાં બનેલી આ કરૂણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

Comments
Post a Comment