Gujarat Rain Alert: રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે સામાન્યથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે.  આગામી 6 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.    બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળો પર ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. અરબી સમુદ્ર અને મધ્ય પ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે.

આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે

ચોમાસાને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટમ્બેર સુધીમાં ચોમાસુ પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે.  હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. આગામી 3-4  દિવસમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેની અસર હેઠળ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો- Weather update: આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડા-વીજળી સાથે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સરેરાશ વરસાદ

રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88  ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57  ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86  ટકા અને કચ્છ ઝોનમાં 57.16  ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

Comments
Post a Comment