Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર અને રામોદ વચ્ચે એક કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ટાટા નેક્સન કાર અને એક્ટિવા વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ પરિવાર પોતાના સ્વજનની ખબર કાઢવા જઈ રહ્યો હતો, તે દરમિયાન જ તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં 40 વર્ષીય જયેશભાઈ બગડા, તેમના 36 વર્ષીય પત્ની શાંતુબેન બગડા અને 13 વર્ષીય પુત્ર વ્રજ બગડાનું ઘટનાસ્થળે જ નિધન થયું છે. માતા, પિતા અને ભાઈના અચાનક નિધનથી પરિવારની 16 વર્ષીય દીકરીએ એક જ ક્ષણમાં સમગ્ર પરિવારની છત્રછાયા ગુમાવી દીધી છે.

આ પણ વાંચો...ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

શનિવારે બની હતી અકસ્માતની 3 ઘટનાઓ

ગુજરાતમાં શનિવારે પણ અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં કાર ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી હતી.

ગુજરાતમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. પાટડીના વડગામ-પાનવા રોડ પર ઈકો કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દરમિયાન ટ્રકનો ક્લીનર ખેતરમાં ભાગવા જતા ઝટકા મશીનના કરંટની અડફેટે આવ્યો હતો, જેના કારણે તેનું પણ મોત થયું હતું.

રાજકોટમાં રફતારનો કહેર

બીજી તરફ રાજકોટમાં રફતારના કહેરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. પગપાળા જઈ રહેલા વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી અને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

તો દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં બેફામ કાર ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર શોભાયાત્રામાં ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. સ્થાનિકોના આરોપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના

વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અકસ્માત સર્જીને ફરાર થયેલા થારચાલકને અંતે કારેલીબાગ પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, નંબર પ્લેટ વગરની થાર કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારચાલક ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતો હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે થારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Post a Comment