Skip to main content

Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક

Teachers Day 2026: સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, "શિક્ષણ એ માત્ર માહિતી મગજમાં ભરવાનું કામ નથી, પરંતુ તે જીવન ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને વિચારોનું સમન્વય છે." કોઈ બાળક જ્યારે પહેલીવાર શાળાએ જાય ત્યારે તેનો શિક્ષણ સાથે પરિચય થતો હોય છે, પરંતુ અમદાવાદના ડૉ. મહેશ ત્ર્યંબકલાલ ઠક્કર માટે આ વાત સાવ અલગ હતી. એક શિક્ષક દંપતીના આંગણે જન્મેલા મહેશભાઈ માટે શિક્ષણ એ ઘરના શ્વાસ સમાન હતું. બાળપણમાં રમકડાંની સાથે-સાથે તેમણે માતા-પિતાને પાઠની તૈયારી કરતા, વિદ્યાર્થીઓની પ્રગતિની ચિંતા કરતા અને 'કોઈ બાળક પાછળ ન રહી જાય' તેની હૃદયપૂર્વકની કાળજી લેતા જોયા હતા. આ જ સંવેદનાએ તેમના હૃદયમાં એક બીજ વાવ્યું, જેણે આગળ જતાં તેમને માત્ર વ્યવસાયી નહીં, પરંતુ એક સાચા 'શિક્ષક' બનાવ્યા. તેમના મતે શિક્ષણ એ ક્યારેય માત્ર નોકરી રહી જ નથી, પણ જીવન સાથે વિકસતી એક જીવંત પ્રક્રિયા છે.

શીખવાની આ અદમ્ય જિજ્ઞાસાએ જ તેમને શિક્ષણમાં અવિરત યાત્રા કરાવી. આ માત્ર ડિગ્રીઓ મેળવવાની દોડ નહોતી, પરંતુ શિક્ષણને, બાળકને અને તેના ઘડતરને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવાની એક ભાવનાત્મક મથામણ હતી. અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ વિદ્યાલયના આચાર્ય તરીકે છેલ્લા બે દાયકાથી તેઓ શાળાને માત્ર પરીક્ષાના પરિણામો લાવવાનું સ્થળ નહીં, પરંતુ બાળકના વિચાર, સ્વભાવ, સંવેદના અને સર્જનાત્મકતાને આકાર આપતું પવિત્ર પરિસર માને છે.

આ પણ વાંચો...Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?

દરેક બાળક સમાન પરિસ્થિતિમાંથી આવતું નથી, આ કડવી વાસ્તવિકતા ડૉ. ઠક્કરના હૃદયને હંમેશા સ્પર્શતી રહી છે. કોઈ ગરીબ વિદ્યાર્થી આર્થિક તંગી કે પારિવારિક સંજોગોના કારણે ભણતર ન છોડે અને દીકરીઓનું શિક્ષણ અવિરત ચાલુ રહે તે માટે તેઓ સતત વાલીઓ સાથે સંવાદ કરી તેમને સહયોગ અને માર્ગદર્શન આપતા રહે છે. તેઓ માત્ર પુસ્તકિયા જ્ઞાનથી સંતોષ માનતા નથી, પરંતુ "મારું બાળક આવતીકાલના પડકારોનો સામનો કેવી રીતે કરશે?" એ ચિંતાથી પ્રેરાઈને તેમણે શાળામાં Robotics, STEM, 'Smart Money Club' દ્વારા આર્થિક સાક્ષરતા અને NCC જેવી પહેલ શરૂ કરી છે.

મહેશભાઈની આ જ ધગશને કારણે શાળાના 8 વિદ્યાર્થીઓ આજે અમેરિકાના 'Student Exchange Programme'માં સંપૂર્ણ પ્રાયોજિત સ્કોલરશિપ સાથે સિલેક્ટ થયા છે, જે એક શિક્ષક માટે સૌથી મોટો આત્મસંતોષ છે.

ડૉ. મહેશ ઠક્કરનું સ્વપ્ન છે કે ટેક્નોલોજી માત્ર નિર્જીવ સાધન ન બની રહે, પરંતુ તેમાં માનવીય સંવેદના ભળે. 'Educational Data Management System' દ્વારા તેઓ એવા ડેટાને જીવંત કરવા માંગે છે જે ડ્રોપઆઉટના જોખમમાં રહેલા કે પાછળ છૂટી ગયેલા બાળકની પીડા સમજી શકે અને શૈક્ષણિક નિર્ણયોને વધુ જવાબદાર બનાવી શકે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને ભારતીય જ્ઞાનપરંપરાના સમન્વયથી ભારતને ફરી 'વિશ્વગુરુ' બનાવવાનું તેમનું સ્વપ્ન માત્ર શબ્દો પૂરતું નથી, પરંતુ એક સતત શીખતા વિદ્યાર્થી તરીકે તેમાં પોતાની આહુતિ આપવાની તેમની તૈયારી છે.

શિક્ષક દિવસના આ પવિત્ર પર્વે, ડૉ. મહેશ ઠક્કરની આ યાત્રા યાદ અપાવે છે કે જ્યારે શિક્ષકના હૃદયમાં વિદ્યાર્થી પ્રત્યેની સાચી સંવેદના અને રાષ્ટ્રનિર્માણની ભાવના જાગે છે, ત્યારે સાચા અર્થમાં આવનારી પેઢીઓનું ઘડતર થાય છે. જેમ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે કહ્યું છે કે,શિક્ષણ એ એક એવો ઉમદા વ્યવસાય છે જે વ્યક્તિના ચારિત્ર્ય, ક્ષમતા અને ભવિષ્યને આકાર આપે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...