<p>Gujarat Rain: રાજ્યમાં કેટલાક જિલ્લાઓમા છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય માટે 24 કલાક હજુ ભારે છે. 24 કલાક માટે રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/pqxGv-njKfg?si=AFkuxZ4F5ZWOXC2X" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>જે જિલ્લાઓમાં 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે. તે સ...