<p>AAP: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે. આ કેસમાં હાઇકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી હતી.</p> <p>ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.</p> <p>પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ પહેલા ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની જાહેરાત કરી હતી. સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠ...