<p><strong>Gujarat AAP new structure 2026:</strong> ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના ભાગરૂપે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. પાર્ટીએ આજે ગુજરાત પ્રદેશ માટે નવા પદાધિકારીઓની એક મોટી યાદી જાહેર કરી છે. આ ફેરફારમાં પ્રદેશ કક્ષાએ 12 નવા ઉપપ્રમુખ, 14 સંગઠન મંત્રીઓ ઉપરાંત મહિલા, યુવા અને છાત્ર મોરચાના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા માળખા દ્વારા પાર્ટીએ રાજ્યના તમામ વર્ગોને સાંકળીને એક નવી ઊર્જા સાથે મેદાનમાં ઉતરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.</p> <p><strong>12 નવા ઉપપ્રમુખોની નિમણૂક</strong></p> <p>પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોની વાત કરીએ તો, પ્રદેશ કક્ષાએ કુલ 12 નેતાઓને ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડૉ. જ્વેલબેન વસરા, કૈલાશ ગઢવી, રામભાઈ ધડુક, ગૌરીબેન દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુ વલવાઈ, મયુર સાકરીયા, રાજ કરણ ઠાકોર, ડૉ. કાયનાબેન આથા, જીગીશા પટેલ અને જયંતી પ્રણામી...