<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં વરસાદને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) બંનેએ રાજ્યના હવામાન અંગે નવી આગાહીઓ જાહેર કરી છે. આગામી દિવસોમાં વરસાદની પેટર્ન કેવી રહેશે તે વિશે બંનેની આગાહીઓ અહીં વિસ્તારથી જણાવી છે.</p> <p><strong>અંબાલાલ પટેલની આગાહી: સપ્ટેમ્બરમાં જામશે વરસાદી માહોલ</strong></p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે ખાસ કરીને 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જો વિસ્તાર મુજબ વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં હળવાથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે સપ્ટેમ...