<p>દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. &nbsp;ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ શાનદાર જીત મેળવી છે. AAPના ઉમેદવાર વીરૂ કંડોરીયાએ 3,651 મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. સાતેય રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ વીરૂ કંડોરીયાની શાનદાર જીત થઈ હતી.&nbsp;</p> <p>ભાડથર બેઠકની પેટાચૂંટણીનાં પરિણામો પર સૌની નજર હતી. જામખંભાળિયાની સેવા સદન કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ સાત રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂ કંડોરીયાએ 3,651 મતની સરસાઈથી જીત નોંધાવી હતી. આ પરિણામથી ભાડથર બેઠક પર AAPનો વિજય થયો છે.</p> <p>ભાડથર બેઠકની પેટાચૂંટણીમાં ત્રણેય મુખ્ય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ તરફથી માલતીબેન કંડોરીયા, કોંગ્રેસ તરફથી પાલા પિંડારીયા અને આમ આદમી પાર્ટી તરફથી વીરૂ કંડોરીયાએ ચૂંટણી લડી હતી. ત્રણેય પક્ષો વચ્ચેની આ ચૂંટણીમાં અંતે AA...