Gujarat Rain Forecast:રાજ્ય પરથી અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે હજુ પણ રાજ્યમાં છુટછવાયો હળવાથી મધ્યમ વરસાદની (rain) આગાહી forecast છે. આજે બનાસકાંઠા,પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આજે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે..

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે.

ડેમ કેટલા ઓવરફ્લો થયા

સારા વરસાદના પગલે રાજ્યના 207 પૈકી 107 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 91 જળાશયો ...