બાગાયત યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ:મહીસાગર જિલ્લામાં 20 ઘટકો માટે 9 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
https://ift.tt/rfWAHso મહીસાગર જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે વર્ષ 2025-26ની વિવિધ યોજનાઓનું આઈ-ખેડૂત પોર્ટલ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ 9 જૂન, 2025 સુધી ખુલ્લું રહેશે. ખેડૂતો નાની નર્સરી, નેટ હાઉસ, પોલી હાઉસ અને પ્રી કુલિંગ યુનિટ સહિત કુલ 20 ઘટકો માટે અરજી કરી શકશે. ખેડૂતોએ ikhedut.gujarat.gov.in પર મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢી રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી જરૂરી દસ્તાવેજો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરાવવાની રહેશે. કચેરી લુણાવાડામાં સરદાર પટેલ વિદ્યાલયની બાજુમાં, બ્લોક નંબર-14માં આવેલી છે. વધુ માહિતી માટે 02674-250425 પર સંપર્ક કરી શકાય છે.
Comments
Post a Comment