
https://ift.tt/xyMUYsO ગાંધીનગરના પેથાપુરમાં ઘરમાં જ વિવિધ કંપનીઓની ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવાનું કૌભાંડ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે દુલ્હન એન્ટરપ્રાઇઝના નામે ઘરમાં જ વિવિધ કંપનીઓની પ્રોડક્ટનું પ્રોડક્શન ચાલું હતું. એટલું જ નહીં આ પ્રકારની 30 લાખની ડુપ્લિકેટ પ્રોડક્ટ બજારમાં વેચી પણ દેવામાં આવી હોવાનું પણ ખુલ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીની ટીમે દરોડો પાડ્યો ત્યારે ગાંધીનગરના પેથાપુર ખાતે મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદિપસિંહ છત્રસિંહ સોલંકી તેઓના ઘરેથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા મળી આવ્યા હતા. તેમના મકાનમાં ZEBA ZULF-E-HENNA (HENNA POWDER) અને HAIR COLOR NATURAL BLACK બનાવટી કોસ્મેટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ પ્રકારની બાતમી મળતાં વડી કચેરી ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન M/S. EXCELL IMPEX GUJARAT PVT. LTD., અમદાવાદ અને M/S. YUTVIKA NATURAL PVT LTD, રાજસ્થાનની કંપનીની ઉપરોક્ત બ્રાન્ડની ડુપ્લીકેટ પ્રોડક્ટો બનાવતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. વધુમાં, તેમના ત્યાંથી 2 નમૂના પૃથ્થકરણ અર્થે લઈ અને રૂ. 30 લાખની કિંમતનો મુદ્દામાલના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઇસમો પેકિંગ- પ્રિન્ટિંગ મટિરિયલ વગેરે મે. શ્લોક ઇન્ડસ્ટ્રી, નરોડા, અમદાવાદના માલિક હિરેનભાઇ પાસેથી પ્રિંટ કરાવીને મેળવતા હતા અને આ બાબતે કોઇ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા.
Comments
Post a Comment