
<p><strong>Gujarat Corona: ગુજરાતમાં કોરોનાનો રાફડો, 24 કલાકમાં નોંધાયા નવા 26 કેસ Watch Video </strong></p> <p>ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે 100ને પાર થઇ ગયો છે. રાજ્યમાં હાલ 109 જેટલા દર્દી કોરોનાનાની સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 76 એક્ટિવ કેસ છે. આ પૈકી બે દર્દીઓ જ એવા છે જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બેમાંથી એક દર્દી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છે. અન્ય એક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 67 વર્ષીય મહિલા દર્દીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સિવિલમાં દાખલ કરાયા છે. હાયપર ટેન્શન, હૃદયની સમસ્યા ધરાવતી આ મહિલાનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે. </p>
Comments
Post a Comment