https://ift.tt/hS3CN6u ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)એ મિલકત ખરીદદારોની ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિકાલ માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકી છે, જે મુજબ ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાથમિકતા અપાશે. ફરિયાદ નોંધાવતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો ફરજિયાત અપલોડ કરવાના રહેશે. કેસનું સ્ટેટસ, સુનાવણીની તારીખ અને આદેશોની માહિતી રેરા ડેશબોર્ડ પર ઉપલબ્ધ રહેશે. ફરિયાદોને ફોર્મ A અને ફોર્મ B તરીકે વર્ગીકૃત કરાશે. આ પગલાંથી ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. રેરામાં ઓનલાઇન ફરિયાદ કેવી રીતે કરી શકાય? ફરિયાદ કરતી વખતે આ તૈયારીઓ રાખો ફરિયાદનો પ્રકાર નક્કી કરો? ફોર્મ A અને ફોર્મ Bના વિકલ્પ હશે http://www.gujrera.gujarat.gov.in પર યુઝર પ્રોફાઇલ બનાવો. આ ઓફિશિયલ વેબસાઇટ પર સાઇનઅપ થવું ફરજિયાત છે. કોની સામે ફરિયાદ કરી શકાય? રજિસ્ટર્ડ પ્રોજેકટ્સ અથવા ફરજિયાત રજિસ્ટર કરવા પાત્ર પ્રોજેક્ટ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ઓનલાઇન ફરિયાદ પહેલા ફોર્મ ભરવું, ત્યાર બાદ રૂ. 1 હજાર ફી ભરવી અને દસ્તાવેજ અપલોડ કરવા. આટલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે ઍનેક્સર-ડી, ઍનેક્સર-ઈ, ઍનેક્સર-એફ ઓનલાઇન સબમિશનના 7 દિવસની અંદર હાર્ડ કોપી જમા કરાવવી. ઓફલાઇન ફરિયાદ ફિઝિકલ ફોર્મેટમાં ફોર્મ ભર્યા પછી ડીડી ચૂકવો અને દસ્તાવેજો જમા કરાવો. ફરિયાદ નોંધાયા પછી ઓર્ડર સુધીની પ્રક્રિયા ફરિયાદની ચકાસણી ઓથોરિટી ફરિયાદની સંપૂર્ણતા અને દસ્તાવેજોની ચકાસણી કરશે અને ભૂલો સુધારવા માટે સૂચિત કરી શકે છે. નોટિસની બજવણી: સામેના પક્ષને જવાબ માટે નોટિસ પૂર્વ- સુનાવણી પ્રક્રિયા: જવાબ અને લેખિત દલીલો, પરસ્પર સમાધાનની શક્યતા. સુનાવણી: ઓફલાઇન કે ઓનલાઇન હાજરી. પ્રથમ તારીખની જાણ પછી તેનો ટ્રેક રાખી શકો છો. ઓર્ડર : ઇમેઇલથી જાણ કરાશે. ઓર્ડર આવ્યા પછીનાં પગલાં ઓર્ડરમાં સુધારો બે વર્ષની અંદર થઈ શકે. ઓર્ડરની સમીક્ષા 45 દિવસની અંદર ઓર્ડરનો અમલ ન થાય તો અરજી કરો, જેની ફી રૂ. 500 અપીલનો અધિકાર REATમા 60 દિવસની અંદર અપીલ
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment