
<p>હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકાદ બે દિવસ બાદ વાદળો જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધશે, ખાસ કરીને રાજયમાં 30 તારીખથી હવામાનમાં થોડો ફેરફાર થઇ શકે છે એટલે કે આ સમય દરમિયાન તાપમાનનો પારો 3થી4 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાન 10થી 12 ડિગ્રી તાપમાન થઇ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઘટતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત કચ્છના વિસ્તારમાં પણ 10 ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 જાન્યુઆરી બાદ પવનની ગતિ પણ થોડી વધી શકે છે. શિયાળાની શરૂઆત થઇ પરંતુ ગુજરાતમાં પ્રમાણસર ઠંડીનો અભાવ રહ્યો. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો અનુભવ થતો હતો જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી ગરમી અનુભવાતી હતી. આમ ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ મોટાભાગના જિલ્લામાં નહિવત હતું. જો કે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતાં ગુજરાતમાં સારૂ એવું ઠંડીનું વધશે.</p>
Comments
Post a Comment