ગાંધીનગરમાં મહિલાઓ માટે 18 માર્ચે રોજગાર ભરતીમેળો:જિલ્લા રોજગાર અને મહિલા બાળ કચેરીનું સંયુક્ત આયોજન
https://ift.tt/qRfiJbg ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો 18 માર્ચ, 2026ના રોજ સવારે 11:00 કલાકે કલોલની પ્રભાતગિરિ હરિગિરિ ગોસ્વામી (પી.એચ.જી.) મ્યુ. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાશે. આ ભરતીમેળામાં 18 થી 35 વર્ષની વયજૂથની શારીરિક સશક્ત મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10થી ઓછો અભ્યાસ, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ) અને કોઈપણ સ્નાતક કક્ષામાં ઉત્તીર્ણ થયેલી મહિલાઓનો સમાવેશ થાય છે. ઈચ્છુક મહિલા ઉમેદવારો અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબફેર આઈ.ડી JF959783137 છે. ઉમેદવારોએ ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં ફક્ત ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ મહિલા ઉમેદવારો જ ભાગ લઈ શકશે. જેમાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના બંને પ્રકારના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ માહિતી જિલ્લા રોજગાર અધિકારી દ્વારા આપવામાં આવી છે.
Comments
Post a Comment