Skip to main content
માંજલપુરમાં રાજ્યકક્ષાનો બેટરી ટેસ્ટ પ્રારંભ:મધ્ય-દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાના 1254 ખેલાડીઓ DLSS યોજના હેઠળ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવશે
https://ift.tt/PtHWelz ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની Sports Authority of Gujarat દ્વારા વર્ષ 2026–27 માટે ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના અંતર્ગત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાજ્યકક્ષાના ‘બેટરી ટેસ્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના સહયોગથી આયોજિત આ કસોટી આગામી 20 માર્ચ સુધી ચાલશે. 9 જિલ્લાના ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ આ પસંદગી પ્રક્રિયામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં નવસારી, સુરત, ભરૂચ, તાપી, વડોદરા, ડાંગ, વલસાડ, છોટાઉદયપુર અને નર્મદા જિલ્લાના 1254 ખેલાડીઓ પોતાની શારીરિક ક્ષમતા અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ અગાઉ જિલ્લા કક્ષાએ વિજેતા થઈને અહીં સુધી પહોંચ્યા છે. સાત વિવિધ કસોટીઓ દ્વારા ક્ષમતાનું માપન ખેલાડીઓની સર્વાંગી શારીરિક ક્ષમતા ચકાસવા માટે માંજલપુર ખાતે 7 અલગ-અલગ ટેસ્ટિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરાના જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, નીચે મુજબની કસોટીઓ દ્વારા ખેલાડીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે: 30 મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ: ઝડપ (Speed) ચકાસવા માટે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ: પગની શક્તિ માપવા માટે. મેડિસિન બોલ થ્રો: શરીરના ઉપરના ભાગની તાકાત જાણવા. વર્ટિકલ જમ્પ: સ્ફોટક શક્તિ (Explosive Power) માપવા. શટલ રન: ચપળતા (Agility) ની કસોટી. સીટ એન્ડ રીચ: લવચીકતા (Flexibility) ચકાસવા. 800 મીટર દોડ: સહનશક્તિ (Endurance) ની પરખ કરવા. ખેલાડીઓને મળશે વૈશ્વિક સુવિધાઓ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ ચાલતી DLSS યોજનાનો મુખ્ય હેતુ છેવાડાના વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ બેટરી ટેસ્ટમાં ઉત્તીર્ણ થનારા ભાગ્યશાળી ખેલાડીઓને રાજ્યની નામાંકિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે. આ સ્કૂલોમાં ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વ્યાવસાયિક રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...