Gujarat Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે હવે આગામી ચૂંટણીનીઓ પહેલા નવી રણનીતિ અપવાની છે. કોંગ્રેસે સરકાર સામે OBC સમુદાયને ગંભીર રીતે અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો છે. હવે કોંગ્રેસે OBC ડિપાર્ટમેન્ટ ક્યૂઆર કૉડ જાહેર કરીને લોકોને જોડાવવા માટે અપીલ કરી છે. આ સાથે જ દેશ અને રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પણ કરી દીધી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસે પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસે રાજ્યમાં OBC માટે કાર્ડનો દાવો રમ્યો છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર OBC સમુદાયનને અન્યાય કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. હવે કૉંગ્રેસના OBC ડિપાર્ટમેન્ટે ક્યૂઆર કૉડ જાહેર કર્યો છે અને આ ક્યૂઆર કૉડ સ્કેન કરી લોકોને જોડાવવા અપીલ કરી છે. આ મામલે હવે કૉંગ્રેસ નેતા ઋત્વિક મકવાણાએ સરકારને આડેહાથે લેતા કહ્યું કે, દેશ-રાજ્યમાં OBC સમુદાયને ભાજપ સરકારે અન્યાય કર્યો છે. 4 લાખ કરોડનું બજેટ પણ OBC માટે ઓછી રકમ છે. હવે કોંગ્રેસે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે.

ગુજરાતમાં કોંગ્રેસની તૈયારીઓ અને OBC કાર્ડને લઇને ભાજપે આકરા પ્રહારો કર્યા છે. કૉંગ્રેસના OBC કાર્ડ પર ભાજપનો પલટવાર કરતાં કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે કૉંગ્રેસને OBC યાદ આવે છે, જ્યારે સત્તામાં હતા ત્યારે OBC માટે શું કર્યુ, કૉંગ્રેસની નીતિ રહી છે, ભાગલાં પાડો રાજ કરો. સૌનો સાથ, સૌનો વિકાસ ભાજપનો મૂળ મંત્ર રહ્યો છે.

Comments
Post a Comment