Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, માર્ચમાં ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ ખાબક્યો જેનાથી મોટુ નુકસાન પહોંચ્યુ છે. હવે એપ્રિલ મહિનાની શરૂઆત પણ માવઠાથી થઇ શકે છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુ છે કે, આગામી 2 થી 3 એપ્રિલે ગુજરાતમાં કેટલાક સ્થળોએ માવઠુ થશે. ભર ઉનાળે એપ્રિલમાં વાતાવરણ બદલાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયા થતાં આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ ખાબકશે.

હવામાન વિભાગની નવી આગાહીમાં એપ્રિલથી ફરી એકવાર રાજ્યમાં માવઠુ થવાની શક્યતા છે. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 એપ્રિલ સુધી રાજ્યમાં વાતાવરણ બદલાયેલુ રહેશે. તેમજ આંધી તોફાન, વંટોળ અને ગાજવીજ સાથે 2 થી 3 એપ્રિલે માવઠુ થશે. ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

બીજી અને ત્રીજી એપ્રિલે માવઠાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. બીજી તરફ નાઉકાસ્ટ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે ઉકળાટની અસર વર્તાશે. પવનની દિશા બદલાતા હિટવેવની શક્યતાઓ નહિવત છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 38થી 39 ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે.

Comments
Post a Comment