Weather Gujarat : રાજ્યમાં આજથી પ્રચંડ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. 29 એપ્રિલ સુધી ભીષણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે .

અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી શકે છે, ગુરુવારે 42.7 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યું. 29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સકર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે દરિયા પરથી પવન વહી રહ્યાં છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાનનો ઓછું નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, એન્ટી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં અને કચ્છમાં વાદળો છવાતા અને વિખેરતા જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ન રહેતા આકરા તાપનો અનુભવ થશે.

અમદાવાદ-42 ડિગ્રી, નડિયાદ -42 ડિગ્રી, સુરેંદ્રનગર- 41 ડિગ્રી, મોરબી- 40 ડિગ્રી,રાજકોટ- 40 ડિગ્રી,મહેસાણા- 41 ડિગ્રી,ભાવનગર- 40 ડિગ્રી,દાહોદ- 40 ડિગ્રી,પાલનપુર- 40 ડિગ્રી,ગાંધીધામ- 39 ડિગ્રી,ભરૂચ- 42 ડિગ્રીરાજપીપળા- 41, વાપી - 39, અને વડોદરા - 40 ડિગ્રી તાપમાન નોંઘાયું છે.

હવામાન વિભાગે 29 એપ્રિલથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 42થી 43 ડિગ્રી પહોંચવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે તેવું અનુમાન છે. હવામાન વિભાગે વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અમરેલી ભાવનગરમાં ગરમીનું એલર્ટ આ વિસ્તારોમાં તાપમાનનો પારો આગામી દિવસોમાં 24ને પાર પહોંચે તેવી શક્યતા છે.

ક્યાં કેટલું નોંઘાયું તાપમાન

અમદાવાદ-42 ડિગ્રી, નડિયાદ -42 ડિગ્રી, સુરેંદ્રનગર- 41 ડિગ્રી, મોરબી- 40 ડિગ્રી,રાજકોટ- 40 ડિગ્રી,મહેસાણા- 41 ડિગ્રી,ભાવનગર- 40 ડિગ્રી,દાહોદ- 40 ડિગ્રી,પાલનપુર- 40 ડિગ્રી,ગાંધીધામ- 39 ડિગ્રી,ભરૂચ- 42 ડિગ્રીરાજપીપળા- 41, વાપી - 39, અને વડોદરા - 40 ડિગ્રી તાપમાન નોંઘાયું છે.

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો અરૂણાચાલ પ્રદેશ, મેઘાલયમાં વરસાદની આગાહી છે. તો કોંકણ મધ્ય મહારાષ્ટ્રમાં પણ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજસ્થાન,. યૂપી, હરિયાણામાં તાપમાનનો પારો 42ને પાર જતાં કાળઝાળ ગરમી પડી રહી છે.

શુક્રવારે સવારથી જ દિલ્હીમાં ભારે ગરમીનો અનુભવ થયો હતો, મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું. IMD અનુસાર, શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, 25 એપ્રિલ, 2026 ના રોજ, મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હિટ વેવ જેવી જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. 26 થી 29 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં હવામાન ગરમ રહેશે. મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે.

Comments
Post a Comment