Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઇ છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એપ્રિલના મધ્યમાં એટલે કે આગામી 19 થી 20 એપ્રિલની વચ્ચે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક હશે, ખેડૂતોને માવઠાની નુકસાનની પારાવાર સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થશે. જોકે, 25 એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ રહેશે.

જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકશે. આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટરની આસપાસ રહેશે. જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, વડોદરાના ભાગોમાં વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદની શક્યતા છે. આને ખાસ કરીને માર્ચ-એપ્રિલ, મેમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવાય છે.

ગરમીને લઇને અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 25 તારીખથી ગરમીનો પ્રકોપ વધશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, નડિયાદરમાં આકરી ગરમી પડશે. કેટલાક વિસ્તારોમાં 42 થી 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે નોંધિનિય છે કે, ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. 19 અને 20 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. અમરેલી,ભાવનગર, અરવલ્લી, દાહોદમાં માવઠાનું અનુમાન છે. 19 અને 20 એપ્રિલે મહીસાગર જિલ્લા માવઠાની આગાહી છે. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે.

Comments
Post a Comment