Skip to main content
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
Drugs seized from Kutch:કચ્છમાં ફરી  નશાનો સામાન ઝડપાયો છે. ATS, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની ટીમે મળીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બ્રાઝીલથી ભારતમાં લાવવામાં આવેલો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. કચ્છના દરિયામાં નશાના સોદાગરો સામે ATSએ મોટી સફળતા મેળવી છે. મધ દરિયે ચાલી રહેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન અંદાજે 1 હજાર કરોડ રૂપિયાની કિંમતનું કોકેઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર્યવાહી Anti Terrorism Squad Gujarat (ATS), કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, 115 કિલો કોકેઈનનો જથ્થો વિદેશથી ભારતમાં લાવવામાં આવ્યો હતો અને તેને દિલ્હી પહોંચાડવાની યોજના હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સ બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યું હતું અને કરાંચી મારફતે દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યું હતું.
મધ દરિયે સર્ચ ઓપરેશન, શિપમાંથી ડ્રગ્સ જપ્ત
યુરોપના MSC નામના જહાજમાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. મધ દરિયે શિપને અટકાવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 26 તારીખે વહેલી સવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં અંદાજે 110 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન સેટેલાઇટ ફોન પણ મળી આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની સંડોવણી તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો: Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
3 આરોપીની અટકાયત, એક દરિયામાં કૂદી પડ્યો
આ કાર્યવાહી દરમિયાન ATS દ્વારા 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. એક આરોપી દરિયામાં કૂદી ગયો હતો જ્યારે અન્ય બે નાઈજીરિયન શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.માહિતી મુજબ, જુમા નાસીર ઓમાર નામના શખ્સને બોટમાંથી ઝડપવામાં આવ્યો છે. ઉપરાંત દિલ્લી સાથે જોડાયેલા બે વ્યક્તિઓ—કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સ—ની પણ ધરપકડ કરવામાં આવી છે, જે ડ્રગ્સની ડિલિવરી લેવા આવવાના હતા.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ખુલાસો
તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રગ્સ બ્રાઝીલથી લાવવામાં આવ્યું હતું અને મોટા જહાજમાંથી નાની બોટમાં ટ્રાન્સફર કરવાની યોજના હતી. આ સમગ્ર નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું માનવામાં આવે છે.કસ્ટમ વિભાગની ટીમ પણ આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી અને સમગ્ર મામલે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
સરકારની કડક ચેતવણી
આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે પ્રતિક્રિયા આપી છે કે ગુજરાતને ડ્રગ્સનું ગેટવે બનવા દેવામાં નહીં આવે.
કચ્છમાં બીજી મોટી કાર્યવાહી
આ અગાઉ પણ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી લગભગ 200 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ વખતે ફરી એકવાર મધ દરિયે મોટી કાર્યવાહીથી  ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે.આ સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...