Skip to main content

રેગ્યુલર અને પાર્ટટાઇમ કોર્સે બાજી મારી:C to D પ્રવેશ : ગત વર્ષ કરતાં આ વર્ષે 503 બેઠક વધુ ભરાઈ છતાં ગ્રાફ નીચો


https://ift.tt/GxKsicl એસીપીડીસી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-10 પછીના સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા (સી ટુ ડી) બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરમાં સીધા પ્રવેશ કોર્સના પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ જાહેર કરાયું છે. આ વર્ષે 143 કૉલેજોની અંદાજે 40 હજાર બેઠક સામે માત્ર 2188 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે. જોકે ગત વર્ષ 2025-26ના પ્રથમ રાઉન્ડના 1685 એલોટમેન્ટની સરખામણીએ આ વખતે 503 બેઠક વધુ ભરાઈ છે. આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવનારા 2545 વિદ્યાર્થીમાંથી ચોઈસ ફિલિંગ કરનારા 2300 વિદ્યાર્થીમાંથી 2188ને બેઠક મળી છે. ગત વર્ષે ચોઇસ ફિલિંગ કરનારા 1887 વિદ્યાર્થીમાંથી 1685ને મળી હતી. ડિપ્લોમા ઇજનેરીમાં ત્રણ પ્રકારે પ્રવેશ : સી ટુ ડીનું ચલણ ઘટવાનાં કારણો •ધોરણ 10 પછી રેગ્યુલર ડિપ્લોમા : વિદ્યાર્થીઓ સૌથી વધુ આમાં જ રસ દાખવે છે. •વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પાર્ટ ટાઈમ ડિપ્લોમા : નોકરી કરનારા લોકો આ વિકલ્પ પસંદ કરે છે. •સી ટુ ડી : ફૂલટાઇમ હોવાથી, નોકરિયાતો માટે સમય ફાળવવો મુશ્કેલ હોવાથી ચલણ ઘટી રહ્યું છે. હવે આગળની પ્રક્રિયા અને ફીનું માળખું • એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ 22થી 26 મે સુધી ઓનલાઈન ટ્યુશન ફી ભરી શકશે. • ACPDCની ઑફિશિયલ વેબસાઈટ https://acpdc.gujarat.gov.in પરથી ફી ચૂકવવાની રહેશે. • સરકારી કૉલેજની ફી : પ્રતિ સેમેસ્ટર કુમારો માટે ₹1,500 જ્યારે કન્યાઓ માટે કોઈ ફી નથી. • સેલ્ફ ફાઈનાન્સ કૉલેજની ફી : પ્રતિ સેમેસ્ટર ₹15,000થી ₹25,000 સુધી. • ખાલી બેઠકોની જાહેરાત : પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકોની વિગતો 29 મેએ જાહેર કરાશે. ગરીબના વિદ્યાર્થીઓ નોકરી તરફ વળે છે ‘સર્ટિફિકેટ હોલ્ડર વિદ્યાર્થીઓ મોટા ભાગે સામાન્ય અને ગરીબ પરિવારના હોય છે. તેઓ પ્રમાણપત્રના આધારે વહેલી તકે નોકરી મેળવી લેતા હોય છે. વળી સી ટુ ડી કોર્સ ફૂલટાઈમ હોવાથી તેમાં પ્રવેશ લેવાનો ટ્રેન્ડ ઓછો છે.’ -ડૉ. ભાસ્કર ઐયર, મેમ્બર સેક્રેટરી, પ્રવેશ કમિટી

Comments