
<p>Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ</p>
<p>ડીઝલ મુદ્દે તાલાલામાં ભારતીય કિસાન સંઘની પણ રજૂઆત. ખેડૂતોને કેરબા અને ટ્રેક્ટર બન્નેમાં ડીઝલ આપવા માગ. તાલાલા મામલતદારને ભારતીય કિસાન સંઘની રજૂઆત. ગામડેથી પંપ પર ટ્રેક્ટર લાવવામાં ઈંધણના વ્યયનો દાવો.</p>
<p>દ્વારકામાં પેટ્રોલપંપ પર ડીઝલ માટે ખેડૂતોની કતાર લાગી. કલ્યાણપુર પંથકમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી. ખેડૂતોએ ડીઝલનો પૂરતો જથ્થો આપવા માગ કરી. હાલ તો ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતા ખેતી કામગીરી પર વ્યાપક અસર પડી રહી છે. ન માત્ર દ્વારકા પણ તમામ જિલ્લામાં આવી જ સ્થિતિ છે. દ્રશ્યો તમારી સામે છે ગીર સોમનાથનું વેરાવળ હોય કે સૂત્રાપાડા કે પછી અમરેલી કે હોય બનાસકાંઠા જિલ્લો. જ્યાં ખેડૂતોની એક જ ફરિયાદ છે કે છેલ્લા થોડા દિવસોથી ડીઝલનો નથી મળી રહ્યો પૂરતો જથ્થો. હાલમાં ખેતીની કામગીરી ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને ખેતી કામમાં વપરાતા સાધનો ચલાવવા માટે ડીઝલની જરૂરિયાત છે. ડીઝલ ખરીદવા અને કેરબા લઈ પેટ્રોલપંપ પર પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત પેટ્રોલપંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે.</p>
Comments
Post a Comment