ગાંધીનગર: લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાની છે.  રાજ્યમાં  ભારે પવન,ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં 30 મેથી પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદની સાથે મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે.

આ સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 30 મે કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  31 મેએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. 1 જૂને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગની આગાહીમાં અમદાવાદ,ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગર,પંચમહાલ,દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, સુરત તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.વરસાદની આગાહીની સાથે આ જ જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો- Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ

આજથી હવામાનમાં પલટો આવશે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે.  જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે સાથે વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે.  વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે. દેશમાં ઘણી જગ્યાએ તાપમાન 45 થી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ વખતે પણ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો.

28 મેથી ઉત્તર ભારતમાં વરસાદ, વાવાઝોડા અને જોરદાર પવનોની અપેક્ષા છે. 29 થી 31 મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 50-60 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

Comments
Post a Comment