
<p>હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. શામળાજી વાસેરાકંપા, ઈસરોલ, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો..વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. તો માલપુરના લીમડા ચોક, બસ સ્ટેશન વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો. હવામાન વિભાગે હજુ એક કલાક અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ આગામી 1 કલાકમાં હળવો વરસાદ ખાબકી શકે છે. તો પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે...આકાશમાંથી વરસતી અગનવર્ષા વચ્ચે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી &nbsp;છે..</p>
Comments
Post a Comment