Gujarat Rain: ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, આજે સવારથી જ રાજ્યમાં મોટાભાગ ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આ બધીની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, આગામી ચાર-પાંચ દિવસ સુધી ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી, 30 મેથી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. 30 મે થી 1 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હીટવેવ અને સળગતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વાતાવરણ પલટાની આગાહી કરી છે, જે ગરમીથી શેકાતા લોકોને કદાચ થોડી રાહત આપી શકે છે, પરંતુ માવઠાની આ આગાહીએ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો માહોલ પણ સર્જ્યો છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્યમાં આગામી 30 મેથી ચાર દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. આ ઉપરાંત આ ચાર દિવસમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 30 મેથી 2 જૂન સુધી હવામાનમાં અચાનક પલટો આવશે. આ સળંગ ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે 'માવઠું' પડવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં આ મોટો ફેરફાર જોવા મળશે અને આકાશ વાદળછાયું બની જશે. થન્ડરસ્ટોર્મ અને તેજ પવનની આ ગતિવિધિઓને કારણે વૃક્ષો કે કાચા મકાનોને નુકસાન થવાની ભીતિ છે, જેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

30 મેના રોજ શરૂઆતમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહીસાગર જિલ્લામાં ભારે પવન અને થન્ડરસ્ટોર્મ સાથે માવઠું પડવાની આગાહી છે. ત્યારબાદ 31 મેના રોજ આ સિસ્ટમ વધુ વિસ્તરશે અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ તેમજ છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Comments
Post a Comment