Skip to main content
ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મજબૂત કદમ:હવે રાજ્યની તમામ સ્થાનિક અને જિલ્લા સ્તરની સરકારી કચેરીઓ જોડાઈ RTI ઓનલાઈન પોર્ટલ સાથે
https://ift.tt/reyg34j ગુજરાતમાં પારદર્શક વહીવટ અને નાગરિકોની સવલત માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરના હજારો નાગરિકો માટે ઘરબેઠા માહિતી મેળવવાનો અધિકાર (RTI) વધુ સરળ અને સુલભ બન્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી સઘન કવાયતને કારણે આખરે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા સ્તરની કચેરીઓને ઓનલાઈન RTI પોર્ટલ http://www.onlinerti.gujarat.gov.in પર સફળતાપૂર્વક મેપિંગ કરીને જોડી દેવામાં આવી છે. RTI ઓનલાઈન પોર્ટલની શરૂઆત અને ઇતિહાસ ગુજરાતમાં ઓનલાઈન RTI પોર્ટલ શરૂ કરાવવા પાછળ લાંબો સંઘર્ષ રહેલો છે. રાજકોટના જાણીતા RTI કાર્યકર્તા શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ અંગે રાજ્યમાં એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2018માં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની રીટ પિટિશન (PIL) પણ દાખલ કરવામાં આવી હતી. જેના સકારાત્મક પરિણામ સ્વરૂપે ડિસેમ્બર 2021માં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર RTI પોર્ટલ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. પરંતુ, વર્ષ 2025 સુધી આ પોર્ટલ પર માત્ર સચિવાલયના જ 27 વિભાગોનું મેપિંગ થયું હતું. નાગરિકોને સૌથી વધુ જે કચેરીઓ સાથે કામ પડતું હોય છે તેવી જિલ્લા કે તાલુકા સ્તરની મામલતદાર, પોલીસ સ્ટેશન, નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરીઓ આ પોર્ટલ પર ઉપલબ્ધ ન હોવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સામાન્ય નાગરિકોને પડતી પ્રાયોગિક મુશ્કેલીઓ અત્યાર સુધી ઑફલાઇન RTI કરવામાં નાગરિકોને ઘણી બધી અગવડતાઓ પડતી હતી, જેમ કે: જાગૃત નાગરિકની લડત અને સરકારી તંત્રની સક્રિયતા આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે અમદાવાદના જાગૃત નાગરિક અને 'RTI એકતા મંચ'ના સભ્ય અલ્પેશભાઈ ભાવસાર મેદાને આવ્યા. તેમણે ઓક્ટોબર 2025માં એક RTI કરી, જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી કે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વારંવાર સ્મૃતિપત્રો મોકલવા છતાં જુદા-જુદા વિભાગો પોતાની જિલ્લા સ્તરની કચેરીઓનું ઓનલાઈન પોર્ટલ પર મેપિંગ કરતા નહોતા. ત્યારબાદ અલ્પેશભાઈએ પંચાયત, મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ જેવા મુખ્ય ચાર વિભાગોના વડાઓને વિગતવાર રજૂઆતો કરી અને પુનઃ સચોટ RTI અરજીઓ દાખલ કરીને સતત ફોલોઅપ લીધું. આ ભગીરથ પ્રયાસો અને દબાણના કારણે સરકારી તંત્ર હરકતમાં આવ્યું અને ઝડપી કામગીરી શરૂ થઈ: 1. શહેરી વિકાસ વિભાગ: આ વિભાગે તમામ નગરપાલિકાઓ અને 7 મહાનગરપાલિકાઓ (કુલ 177 જેટલા જાહેર સત્તામંડળો) નું મેપિંગ પૂર્ણ કર્યાનો અહેવાલ આપ્યો. 2. ગૃહ વિભાગ: તમામ પોલીસ કમિશનર કચેરીઓ અને DSP કચેરીઓને ઓનલાઈન પોર્ટલ સાથે જોડવા માટે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને કડક નિર્દેશ આપ્યા. 3. મહેસૂલ વિભાગ: તમામ કલેક્ટર કચેરીઓનું મેપિંગ પૂર્ણ થયું છે અને તાબાની અન્ય કચેરીઓનું કામ પ્રગતિમાં છે. 4. પંચાયત વિભાગ: જિલ્લા પંચાયતો અને કેટલીક તાલુકા પંચાયતોનું મેપિંગ પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યું. 'ડિજિટલ ઈન્ડિયા' અને 'પેપરલેસ વહીવટ' તરફ પ્રયાણ ભારત સરકારના 'ડિજિટલ ઈન્ડિયા મિશન 2015' અંતર્ગત પર્યાવરણને ઓછું નુકસાન થાય તે માટે 'પેપરલેસ વહીવટ' પર ભાર મૂકવામાં આવે છે. અગાઉ ગુજરાત રાજ્ય માહિતી આયોગના વાર્ષિક અહેવાલ મુજબ પણ સૌથી વધુ RTI અરજીઓ અને અપીલો મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ વિભાગમાં જ નોંધાય છે. હવે જ્યારે સ્થાનિક કચેરીઓ ઓનલાઈન પોર્ટલ સાથે જોડાઈ ગઈ છે, ત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાચા અર્થમાં સાર્થક થતું દેખાય છે. આ ક્રાંતિકારી સુધારાથી સામાન્ય નાગરિકોના સમય અને નાણાંની બચત થશે અને વહીવટી તંત્રમાં પારદર્શિતા વધશે, જેના કારણે સમગ્ર રાજ્યના નાગરિકોમાં અને ઉત્સાહી કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...