Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Weather Forecast:ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત છે, હજુ પાંચ દિવસ રાહતના કોઈ સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીની સ્થિતિ યથાવત રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. હાલ  રાજ્યભરમાં આકરા તાપનું ટોર્ચર યથાવત જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી લોકોને અંગ દઝાડતી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે.

શનિવારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જેમાં રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

અમદાવાદ પણ ગરમીના પ્રકોપથી બચી શક્યું નથી. અમદાવાદમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાતા શહેર રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર બન્યું હતું. બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી, જ્યારે ગરમ પવનોના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. રાજ્યમાં વધુ તાપમાન નોંધાયેલા શહેરો પર એક નજર કરીએ

ક્યાં કેટલું નોંધાયું તાપમાન

રાજકોટ-42.7 ડિગ્રી
અમદાવાદ -42.3 ડિગ્રી
સુરેન્દ્રનગર -42.3 ડિગ્રી
ગાંધીનગર -42.0 ડિગ્રી
ડીસા-41.2 ડિગ્રી
અમરેલી-41.1 ડિગ્રી
વડોદરા-40.6 ડિગ્રી
ભુજ -40.0 ડિગ્રી
કંડલા-39.5 ડિગ્રી
ભાવનગર - 38.4 ડિગ્રી

આ પણ વાંચો:અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી તાપમાન ઊંચું જ રહેવાની શક્યતા છે. જોકે ત્યારબાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી લોકોને થોડી રાહત મળી શકે છે. ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. બપોરના સમયે જરૂરી ન હોય તો  બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું અને  સૂર્યના સીધા તાપથી બચવાની સલાહ આપી છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન લોકોને ગરમીમાંથી ખાસ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ અનુભવાઈ શકે છે.કેટલાક વિસ્તારોમાં ગરમ પવનો અને હીટવેવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાંચ દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે, જેના કારણે લોકોને થોડી રાહત મળવાની આશા છે.

Comments
Post a Comment