
<p>Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી</p>
<p>સુરતમાં પ્રથમ વરસાદમાં જ ખૂલી મનપાની પોલ. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભરાયા પાણી. ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં ભરાયા પાણી. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા હાલાકી. પ્રિમોન્સૂન પ્લાનના દાવાઓ પર ફરી વળ્યું પાણી.<br /><br />નવસારી, વલસાડ બાદ તાપી જિલ્લામાં વરસાદ. વાલોડ, વ્યારામાં વરસાદી માહોલ. વાલોડ ગામના બજાર ફળિયા અને ગોલણ ગામમાં વરસાદ. ડોલવણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. તો આ તરફ નવસારી જિલ્લામાં પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદ વરસ્યો. સવારથી જ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, તીઘરા જકાતનાકા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. તો આ તરફ ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો..વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો..ગઈકાલે પણ નવસારીમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે. હજુ પણ સારો વરસાદ વરશે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે..તો આ તરફ લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત મળશે છે. </p>
Comments
Post a Comment