જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. મેઘરાજાની એન્ટ્રી થતા ધરતીપુત્રોની આતુરતાનો અંત આવ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી. વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતું જોવા મળ્યું.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ વરસ્યું.. મોરબીની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. બેલા, રંગપર, જેતપર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું..લોકોને ગરમીમાંથી રાહત મળી.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટો આવ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલાના દોલતી, મેરીયાણા, ચીખલી ગોરડકા સહિત ગામોમાં વરસાદ. તો વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.. આ વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો..

કચ્છના રાપર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. બપોર બાદ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા. શક્તિનગર, કણખોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં..તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો.

રાજકોટ શહેરના ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદી જાપટું પડ્યું...ધીમીધારે વરસાદ પડતા ભારે બફારાથી લોકોને રાહત મળી. જોકે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ થયો નથી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. છેલ્લા પાંચ વર્ષથી ભીમ અગિયારસ આસપાસ વાવણી થઈ જાય છે. જોકે આ વર્ષે હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

Comments
Post a Comment