Panchmahal Liquor Scam: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પંચમહાલ જિલ્લામાથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જિલ્લાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારો અને પોલીસ પ્રશાસનને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા છે. કાંકણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા જી.આર.ડી. (ગ્રામ રક્ષક દળ) ના જવાન નરેન્દ્ર બારીયાએ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલો અંદાજે રૂપિયા 15.20 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો રાત્રિ ફરજ દરમિયાન પોતાની ખાનગી ઇકો કારમાં ભરીને એક કુખ્યાત બુટલેગર પ્રવિણસિંહ પગીને વેચી માર્યો હતો. આ ચકચારી કૌભાંડનો પર્દાફાશ થતાં જ પોલીસે ગુનો નોંધી આરોપી GRD જવાન નરેન્દ્ર બારીયા, બુટલેગર પ્રવિણસિંહ પગી તેમજ આ ગુનામાં મદદગારી કરનાર અન્ય બે શખ્સો કિશન પરમાર અને હીરલ ગોહિલ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતવાર માહિતી એવી છે કે, પંચમહાલના કાંકણપુર પોલીસે અગાઉ જુદા-જુદા દરોડા દરમિયાન વિદેશી દારૂની કુલ 8,170 બોટલો જપ્ત કરી પોલીસ સ્ટેશનના પરિસરમાં સુરક્ષિત રાખી હતી. જો કે, કાયદાની રક્ષા કરવાની જેની જવાબદારી હતી તે જવાન નરેન્દ્ર બારીયાની દાનત બગડી હતી. તેણે નાઈટ ડ્યુટીનો ફાયદો ઉઠાવી, પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી આખો જથ્થો ગાયબ કરી દીધો હતો. આ સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા. પોલીસે કડક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ GRD જવાન અને બુટલેગર સહિત ચારેય કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંચમહાલ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.

Rain Forecast: આજે 22 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે વરસાદ, યુપી-બિહાર, દિલ્હી-હરિયાણામાં ક્યારે થશે એન્ટ્રી ?

Comments
Post a Comment