ગિફ્ટ સિટીમાં હવે વિદેશી દારૂ સસ્તો:VAT 65%થી ઘટાડીને 25% કરાયો, ટ્રાન્સપોર્ટ ફીમાં પણ મોટી રાહત; માત્ર વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે જ લાગુ
https://ift.tt/W7wFTz2
ગુજરાત સરકારે રાજ્યના આર્થિક અને ગ્લોબલ હબ ગણાતા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નાણાં વિભાગ દ્વારા 23 જૂન, 2026ના રોજ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરના VATમાં આંશિક મુક્તિ આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003(Gujarat Value Added Tax Act, 2003)ની કલમ 5ની પેટા-કલમ (2) ના ક્લોઝ (a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ સુધારો અમલી બનાવ્યો છે. શું છે નવી ટેક્સ મુક્તિ અને તેની મર્યાદા?
નવા જાહેરનામા અનુસાર, જે ટેક્સની રકમ રૂ.25 પૈસા (એટલે કે 25%) કરતાં વધુ થતી હશે તે મર્યાદા સુધી જ વેરામાંથી મુક્તિ (Exemption) આપવામાં આવશે. આ મુક્તિનો લાભ માત્ર એવા જ અધિકૃત ડીલરોને મળશે જેમની પાસે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 20 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર માન્ય ‘F.L. III લાયસન્સ’ ઉપલબ્ધ હોય. ટેક્સ મુક્તિ માટેની મુખ્ય શરતો અને નિયમો 1. ચોક્કસ ભૌગોલિક મર્યાદા: આ વેરા મુક્તિ માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીના માન્યતા પ્રાપ્ત વાઇન એન્ડ ડાઇન ફેસિલીટી (Wine and Dine Facility-મંજૂર કરાયેલા વિસ્તારો)ની અંદર ગ્રાહકોને પીરસવામાં આવતા વિદેશી દારૂના વપરાશ પર જ લાગુ પડશે. 2. તાત્કાલિક અમલીકરણ: આ જોગવાઈઓ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું તે તારીખથી જ એટલે કે 23 જૂન, 2026થી જ સગ્ર રાજ્યમાં સત્તાવાર રીતે અમલી બની ગઈ છે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે
સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં આવતા આંતરરાષ્ટ્રીય બિઝનેસમેનો અને રોકાણકારો માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Comments
Post a Comment