Skip to main content

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

North Gujarat Heavy Rain: ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ નદીઓમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ ભાભર અને દિયોદરમાં ખેતરો જળબંબાકાર થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

અરવલ્લીના ભિલોડા અને શામળાજીમાં તોફાની વરસાદ, ઈન્દ્રાશી નદીમાં નવા નીર:

અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. ભિલોડામાં માત્ર 2 કલાકના ગાળામાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે શામળાજી પંથકમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભિલોડાની પ્રખ્યાત ઈન્દ્રાશી નદીમાં નવા નીરની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો... અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા

બનાસકાંઠાના અમીરગઢમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા:

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં સતત 3 દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યાં 3 દિવસમાં કુલ 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમીરગઢ, વિરપુર, ઈકબાલગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે પડેલા વરસાદથી રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. આ વરસાદથી વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, બનાસ નદી, સ્થાનિક તળાવો અને નાળાઓમાં હજુ સુધી નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. જેના કારણે ખેતી માટે પૂરતું પાણી ન મળતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ યથાવત છે.

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ:

પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે પાટણ શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આજે સવારથી પાટણના ગ્રામ્ય વિસ્તારો જેવા કે રૂની, કુણઘેર, કમલીવાડા અને માતરવાડીમાં ધીમીધારે અનરાધાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે આજે પાટણ જિલ્લા માટે પણ વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

ભાભર-દિયોદરમાં ખેતરો બન્યા બેટ

વાવ-થરાદ, ભાભર અને દિયોદર પંથકમાં મોડી રાત્રે પડેલા મુસળધાર વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ભાભરના ખારા અને મીઠા ગામના ખેતરો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. 3 થી 4 કિલોમીટર સુધી ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં મગફળી, જુવાર અને ઘાસચારાનો વાવેતર કરેલો પાક પાણીમાં ડૂબી ગયો છે. ખાતર, બિયારણ અને ડીઝલનો ભારે ખર્ચ માથે પડતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. પીડિત ખેડૂતો હવે સરકાર તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી આર્થિક સહાય પૂરી પાડે તેવી ગુહાર લગાવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...