Ambalal Patel forecast: ગુજરાતમાં મેઘરાજા હજુ પણ મન મૂકીને વરસવાના મૂડમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને એક મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમની આગાહી મુજબ, 30 જુલાઈથી રાજ્યના તમામ ઝોનમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે અને 3 થી લઈને 20 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર વધુ રહેવાની સંભાવના છે, સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ નવી સિસ્ટમ બનવાના સ્પષ્ટ એંધાણ છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ત્યારબાદ, એટલે કે 30 જુલાઈથી વરસાદનું જોર અચાનક વધી જશે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે એકસાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ્સની અસરને કારણે 30 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન છે.

તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યનો એક પણ ઝોન એવો નહીં હોય જ્યાં વરસાદની અસર જોવા ન મળે. તમામ ઝોનમાં વરસાદની આગાહી છે અને કેટલાક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ એટલી ગંભીર બની શકે છે કે ત્યાં 3 થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. જો અલગ-અલગ વિસ્તારોની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ ખાબકવાનું અનુમાન છે, જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.

વરસાદનો આ રાઉન્ડ માત્ર ઓગસ્ટની શરૂઆતમાં જ પૂરો નથી થતો. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ આકાર લેશે. આ નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરીથી વરસાદી માહોલ જામશે અને તેના પરિણામે 5 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ સુધીના સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી

ડિપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 30 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે આજે ચાર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તો 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 31 જુલાઈએ તો નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ સાવચેત રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Comments
Post a Comment