Skip to main content

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી

અમદાવાદના કર્ણાવતી ક્લબ અને મોહમ્મદપુરા વિસ્તાર પાસે દીપડો દેખાયાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ચર્ચા આખરે અફવા સાબિત થઈ છે. બે દિવસ સુધી વન વિભાગે ફૂટપ્રિન્ટ, સીસીટીવી અને સ્થળ તપાસ કર્યા બાદ સ્પષ્ટ કર્યું છે કે જે પ્રાણી જોવા મળ્યું હતું તે દીપડો નહીં પરંતુ શ્વાન હતું. વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ખોટા મેસેજ વાયરલ ન કરવાની અપીલ કરી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કર્ણાવતી ક્લબ પાછળ અને એસપી રિંગ રોડ નજીક દીપડો દેખાયાની ચર્ચાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. જોકે વન વિભાગની બે દિવસીય તપાસ બાદ આ સમગ્ર મામલો માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે કર્ણાવતી ક્લબથી એસપી રિંગ રોડ તરફના વિસ્તારમાં તેમજ મોહમ્મદપુરા ગામની પાછળથી મળેલા ફૂટપ્રિન્ટ અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સ્પષ્ટ થયું કે આ પગલાં દીપડાના નહીં પરંતુ શ્વાનના હતા.

આ પણ વાંચો: Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

મોહમ્મદપુરા ગામ પાછળ એક કાફેના કર્મચારીએ દીપડો દેખાયો હોવાનો દાવો કર્યો હતો. આ દાવાના આધારે વન વિભાગે તકેદારીના ભાગરૂપે પાંજરા ગોઠવ્યા અને સતત બે દિવસ સુધી સ્થળ પર નજર રાખી હતી. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંય દીપડાની હાજરીના કોઈ પુરાવા મળ્યા નથી.

વન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના ચાર અલગ-અલગ સ્થળે દીપડો જોવા મળ્યાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે તપાસ દરમિયાન માત્ર એક જ સ્થળે અગાઉ દીપડાની હાજરીની પુષ્ટિ થઈ હતી, જ્યારે બાકીના ત્રણ સ્થળોએ દીપડો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ અપ્રમાણિત માહિતી કે વીડિયો શેર કરતા પહેલાં તેની ખરાઈ કરો. ખોટા મેસેજના કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાય છે. કોઈ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની અને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...