Skip to main content

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અમદાવાદ: હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કરીને રાત્રે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેર માટે હજુ પણ ભારે વરસાદની સંભાવના યથાવત હોવાનું જણાવાયું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ અનેક વિસ્તારોમાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ રહી શકે છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક પ્રભાવિત થવા અને વૃક્ષો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યના 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગે વરસાદની સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ્સને નુકસાન પહોંચવા અને વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા હોવાથી ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

આ નાઉકાસ્ટ રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી માટે માન્ય છે. હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા સ્થળે ન જવા તેમજ સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...