Skip to main content

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક શહેરો અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ 19.96 ઈંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 22 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે મોડીરાત્રે વરસાદનું જોર ઘટતા શહેરના તમામ અંડરપાસ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 22.80 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20.76 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 17.32 ઈંચ, મધ્ય ઝોનમાં 16.06 ઈંચ અને પૂર્વ ઝોનમાં 10.28 ઈંચ વરસાદ નોંધાયો છે.

વાસણા બેરેજના 22 દરવાજા ખોલાયા

અમદાવાદમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક વધી હતી. જેના કારણે વાસણા બેરેજના 22 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 255 તાલુકામાં વરસાદ, મહેમદાબાદ ટોપ પર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 19.96 ઈંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે. ત્યારબાદ અમદાવાદના ધોળકામાં 18.62 ઈંચ, નવસારીના ચીખલીમાં 17.76 ઈંચ, નવસારીના ખેરગામમાં 17.09 ઈંચ, વલસાડના ઉમરગામમાં 17.09 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 17.05 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતરમાં 16.22 ઈંચ, ખેડા તાલુકામાં 14.72 ઈંચ, અમદાવાદના વિરમગામમાં 14.61 ઈંચ, નવસારીના વાંસદામાં 14.57 ઈંચ અને ડાંગના વઘઈમાં 14.45 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગણદેવીમાં 13.07 ઈંચ, નડિયાદમાં 12.91 ઈંચ, માંડલમાં 11.81 ઈંચ, પારડીમાં 11.73 ઈંચ, અમદાવાદ શહેર અને બાવળામાં 11.65-11.65 ઈંચ, વસોમાં 11.61 ઈંચ, દસક્રોઈમાં 11.57 ઈંચ, ડોલવણમાં 11.46 ઈંચ, સોજીત્રામાં 11.26 ઈંચ, નેત્રંગમાં 11.18 ઈંચ, નાનાપોંઢામાં 10.79 ઈંચ, વલસાડ તાલુકામાં 10.71 ઈંચ, બહુચરાજીમાં 10.28 ઈંચ, અંબિકામાં 10.28 ઈંચ અને પેટલાદમાં 10.04 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોમાં 7થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેમાં આણંદના તારાપુરમાં 9.76 ઈંચ, ધરમપુરમાં 9.69 ઈંચ, બોરસદમાં 9.61 ઈંચ, કપરાડામાં 9.21 ઈંચ, આણંદ તાલુકામાં 8.82 ઈંચ, ડાંગ તાલુકામાં 8.35 ઈંચ, સુબિરમાં 8.31 ઈંચ, વાપીમાં 8.07 ઈંચ, વ્યારામાં 7.84 ઈંચ, કડીમાં 7.52 ઈંચ, ઉકાઈમાં 7.13 ઈંચ, કામરેજમાં 7.09 ઈંચ, અમરેલીના કુકાવાવમાં 7.01 ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં 7 ઈંચ, અમદાવાદના દેત્રોજમાં 6.97 ઈંચ અને સુરેન્દ્રનગરના લખતરમાં 6.93 ઈંચ વરસાદ નોંધાયો છે.

જળાશયોમાં આવક વધતા તંત્ર એલર્ટ

રાજ્યભરમાં ભારે વરસાદને કારણે નદીઓ, ડેમો અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...