Gujarat rain Update: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 51 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, સવારથી અત્યાર સુધીમાં 26 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ યથાવત રહેતા વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 3.82 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ સુરત જિલ્લાના પલસાણામાં 3.70 ઇંચ, મહુવામાં 2.95 ઇંચ, તાપી જિલ્લાના વ્યારામાં 2.91 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.76 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગણદેવીમાં 2.72 ઇંચ, પારડીમાં 2.64 ઇંચ, વાલોડમાં 2.60 ઇંચ અને અંબિકા વિસ્તારમાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે.

અન્ય વિસ્તારોમાં ઉમરપાડા, નવસારી અને જલાલપોરમાં 1.97 ઇંચ, કપરાડા અને ઉકાઈમાં 1.93 ઇંચ, સોનગઢમાં 1.89 ઇંચ, નાનાપોંઢામાં 1.73 ઇંચ, મોરબીમાં 1.57 ઇંચ તેમજ બારડોલીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્રે લોકોને જરૂરી સાવચેતી રાખવા અને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે..

વલસાડ-નવસારીમાં જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વલસાડ, નવસારી તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા-કોલેજોમાં રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. વલસાડમાં આંગણવાડી, તમામ શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં પણ આંગણવાડી, શાળાઓ, કોલેજો ઉપરાંત ITIમાં પણ રજા રાખવાનો આદેશ કરાયો છે.  સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં પણ સ્કૂલો, કોલેજો, આંગણવાડી અને ITI બંધ રાખ નિર્ણય લેવાયો છે.

Comments
Post a Comment