Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પણ વધુથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. તાજેતરમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં ખાબકેલા વરસાદથી પણ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હવે આ બધાની વચ્ચે વરસાદને લઇ ગુજરાત માટે વધુ એક મોટી આગાહી હવામાંન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ફરી મોટો વરસાદી રાઉન્ડ આવશે.

હવામાન વિભાગે Who) આજે એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી સાત દિવસ દરમિયાન મુશળધાર વરસાદની આગાહી કરી છે. આ નવી સિસ્ટમ્સના લીધે ઓગસ્ટની શરૂઆતમાં જ મેઘરાજાનો વધુ એક આક્રમક રાઉન્ડ શરૂ થશે, જેનાથી રાજ્યનો વરસાદી આંકડો વધુ ઊંચે જશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દરિયાકાંઠા અને જમીની વિસ્તાર પર એકસાથે ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ્સ (જેમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ) આકાર પામતા સમગ્ર રાજ્યમાં ચોમાસુ માહોલ ભારે તીવ્ર બન્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર અને અમરેલી જિલ્લાઓમાં આગામી 24 થી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં રહેવાની પૂરી શક્યતા છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ વરસાદી માહોલ વધુ ઘેરો બનશે, જેના કારણે જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક ચાલુ રહેશે. ખેડૂતો માટે પણ આ રાઉન્ડ પાક માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહ્યો છે.

આગામી સપ્તાહ દરમિયાન પડનારા આ ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ડેમો અને જળાશયો છલકાવાની પૂરી શક્યતા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે અને દરિયાકાંઠાના માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ઓગસ્ટની આ શરૂઆતથી જળસંકટ સંપૂર્ણપણે ટળશે અને પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યા ઉકેલાઈ જશે.

Comments
Post a Comment