Skip to main content

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast:હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાંભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે તો  અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48થી 72 કલાક દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં આજે રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે નીચેના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા
વાવ-થરાદ વિસ્તાર
પાટણ
મહેસાણા
સાબરકાંઠા
ગાંધીનગર
અરવલ્લી
ખેડા
સુરેન્દ્રનગર

અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટરાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ,  દાહોદ,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,રાજકોટ,અમરેલી,ભાવનગર,મોરબી,બોટાદ,કચ્છ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદ પાછળ શું છે કારણ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ અને તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર વિકસ્યું છે, જે આગામી બે-ત્રણ દિવસમાં વધુ મજબૂત બનવાની શક્યતા છે.

આ બંને હવામાન પ્રણાલીઓ વચ્ચે સર્જાયેલા શિયર ઝોનને કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. માત્ર વરસાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રતિ કલાક અંદાજે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો તેમજ પ્રવાસીઓને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...