Skip to main content

Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ

Gujarat Rain Forecast:  હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન હતુ તે લો પ્રેશર એરિયા બની ગયું છે જેના કારણે મધ્ય ગુજરાતને હાલ મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. આજે પણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે કચ્છ,સુરેંદ્રનગર,મહેસાણા,ગાંધીનગર,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડામાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આમાંથી કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસતાં પુર જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ

આ જિલ્લામાં આજે  ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે વાવ-થરાદ,બનાસકાંઠા,પાટણ,મોરબી,રાજકોટ,અમરેલી,બોટાદ,ભાવનગર,અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદ,વડોદરા
ભરૂચ,છોટાઉદેપુરમાં  ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આજે આ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગે આજે , દ્વારકા,જામનગર, પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ,દીવ, નર્મદા,તાપી,ડાંગ,સુરત,નવસારી,વલસાડ, દમણ યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આજે રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદ, ગાંધીનગર,રાજકોટ, સુરત સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  ધોધમાર વરસાદ વરસી શકે છે.

24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. પાંચ તાલુકામાં 10થી 15 ઈંચ સુધીનો  વરસાદ વરસ્યો છે. તો 30 તાલુકાઓમાં 4થી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો 72 તાલુકામાં  2થી 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કરી હતી. 24 કલાકમાં સૌથી પાટણના સાંતલપુરમાં 15 ઈંચ તો રાધનપુરમાં  13.46 ઈંચ વરસાદ.નોંધાયો. વાવ-થરાદના ભાભરમાં 11.3, દિયોદરમાં 10.83 તો દાંતીવાડામાં સાંત ઈંચ વરસાદ. નોંધાયો છે.

ખેડા જિલ્લામાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી,. 24 કલાકમાં નડિયાદમાં 10.31 ઈંચ, મહેમદાવાદમાં 8.39, કઠલાલ, વસો અને મહુધામાં ખાબક્યો પાંચ-પાંચ ઈંચ વરસાદ....માતરમાં પોણા પાંચ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી  ફરી વળ્યા

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...