Gujarat Rain Updates: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજ્યના 11 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં સ્કૂલો ઉપરાંત આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 7 જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રજા

ભારે વરસાદની સંભાવનાને કારણે આજે અમદાવાદ, નવસારી, આણંદ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં સ્કૂલો તેમજ આંગણવાડીઓમાં પણ રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરી છે.

ક્યાં ક્યાં જાહેર થયું રેડ એલર્ટ?

હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

સવારે 10 વાગ્યા સુધી મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવનની શક્યતા હોવાથી સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

લોકોને સાવચેત રહેવાની અપીલ

હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા, નદી-નાળાઓ અને જળાશયોની નજીક ન જવા તેમજ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે. સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

Comments
Post a Comment