Gujarat Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર હવે ગુજરાત સુધી પહોંચી શકે છે. હવામાનના વિવિધ મોડલ અને હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હાલમાં ઓડિશા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાનના કેટલાક મોડલ મુજબ આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે.  હવામાનના મોડલ મુજબ રાજ્યમાં 31 જુલાઈથી ફરી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

હવામાનના મોડલ અનુસાર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી સારો વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે 30 જુલાઈથી ગુજરાત રિજનના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેવી આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર જુલાઈના અંતથી શરૂ થઇને 3 કે 4 ઓગસ્ટ  સુધી  રહેવાની  શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પણ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ છોટાઉદેપુર, ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

31 જુલાઈએ ક્યાં કેટલું એલર્ટ?

31 જુલાઈથી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બનશે. ખાસ કરીને છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન શુક્રવારથી લાંબા સમયથી વરસાદથી વંચિત રહેલા કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Comments
Post a Comment